facebook pixel
chevron_right Business
transparent
તહેવારોમાં એમેઝોન-ફ્લિપકાર્ટે બખ્ખા બોલાવ્યા, તોડ્યા અનેક રેકોર્ડ
દેશની પ્રમુખ ઈ ટેલર કંપની ફ્લિપકાર્ટ અને તેની અમેરિકી પ્રતિદ્ધંદી એમેઝોન કંપનીએ દશેરા અને નવરાત્રી જેવા તહેવારોમાં ઓનલાઈન વસ્તુઓનું વેચાણ કરવાનો રેકોર્ડ સ્થાપ્યો હોય તે વાતનો દાવો કર્યો છે. આ દરમિયાન કંપનીના પ્રાઈમ મેમ્બર્સને 12 કલાક પહેલા સેલનો એક્સેસ આપવામાં આવ્યો હતો.
ફક્ત બે વેરિએન્ટમાં મળશે CNGથી ચાલનારી Hyundai સેન્ટ્રો
સાઉથ કોરિયન કંપની Hyundai 23 ઓક્ટોબરનાં નવી સેન્ટ્રો લોન્ચ કરવા જઇ રહ્યાં છે. Moneycontrol તરફથી મળતી માહિતી મુજબ નવી સેન્ટ્રો ફખ્ત એખ ઇ્જન અને બે ગેરબોક્સ ઓપ્શન સાથે અવેલેબલ હશે. જોકે, ફક્ત મિડ- સ્પેશિફિકેશન્સ વાળી Megna અને Sportz જ CNG ફિટિંગ સાથે આવશે. આ વેરિએન્ટ ફક્ત મેન્યુઅલ ટ્રાંસમિશન સાથે આવશે.
આનંદો, સતત ત્રીજા દિવસે ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતોમાં 38 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતોમાં 12 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ લીટર દીઠ 78.97 અને ડીઝલ 78.77 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. જો કે પેટ્રોલ અને ડીઝલની કિંમત વચ્ચે પહેલા 10-10 રૂપિયાનો તફાવત હતો જે હવે ઘટીને બંનેની કિંમતો વચ્ચે માત્ર 20 પૈસાનો જ તફાવત રહ્યો છે. નવી દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 39 પૈસા અને ડીઝલની કિંમતમાં 12 પૈસાનો ઘટાડો નોંધાયો છે.
તેલની કિંમતોમાં ત્રીજા દિવસે પણ રાહત, જાણો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ
તેલની કિંમતોમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. શનિવારે પેટ્રોલ 39 પૈસા અને ડીઝલ 12 પૈસા સસ્તા થયુ છે. હવે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસાના ઘટાડાની સાથે 81.99 રુપિયા પ્રતિ લિટર વેચવામાં આવી રહ્યું છે. જ્યારે ડીઝલ 12 પૈસા સસ્તુ થઇને 75.36 પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે. આજે પેટ્રોલના ભાવમાં સૌથી વધારે ઘટાડો નોંધાયો હતો. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલ 38 પૈસાની ઘટાડાની સાથે 87.46 રૂપિયા અને ડીઝલ 13 પૈસાના ઘટાડાની સાથે 79.00 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો હવે કેટલો થયો ભાવ
સતત વધતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં હવે થોડીક રાહત મળતી દેખાઇ રહી છે. શનિવારના રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થોડોક ઘટાડો આવ્યો છે. સતત ત્રણ દિવસથી ભાવમાં ઘટાડો આવ્યો છે. આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલના ભાવમાં 39 પૈસા અને ડિઝલમાં 12 પૈસાનો ઘટાડો આવ્યો છે. ત્યારે આવો અમે તમને દર્શાવીએ ગુજરાત સહિત દેશના મુખ્ય શહેરોના આજના ભાવ અંગે. ગુજરાતના મુખ્ય શહેરોના આજના ભાવ. અમદાવાદમાં પેટ્રોલ રૂ.79.40 અને ડીઝલ રૂ.79.09. સુરતમાં પેટ્રોલના ભાવ રૂ.79.16, ડિઝલ રૂ.78.87. રાજકોટમાં પેટ્રોલના ભાવ રૂ.79.00, ડિઝલ રૂ.78.71. વડોદરામાં પેટ્રોલના ભાવ રૂ.79.08, ડિઝલ રૂ.78.77.
બિઝનેસમાં ભાગલા બાદ મુકેશ અને અનિલ અંબાણીની સંપત્તિમાં આવ્યો આટલો તફાવત
। નવી દિલ્હી । દેશના સૌથી વધુ મશહૂર ઉદ્યોગપતિઓમાં ગણના પામનારા ધીરુભાઇ અંબાણીનું અવસાન 2002ના વર્ષમાં થયું હતું. ત્યારબાદ અંબાણી પરિવારમાં ભાગલાને લગતા સમાચાર અખબારોમાં ચમકતા રહેતા હતા. વાસ્તવમાં ધીરૂભાઇ કોઇ વીલ કરી ગયા ન હતા. તેને પરિણામે અંબાણી પરિવારમાં ભાગલા પડયા. હવે એ ભાગલાને ઘણાંવર્ષ વીતી ગયા છે અને આજની વાત કરીએ તો મુકેશ અંબાણી માત્ર ભારતના જ નહીં બલ્કે સમગ્ર એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ છે. તેઓ સફળતના નિતનવા સોપાન સર કરતા જાય છે અને તેમની સંપત્તિ 43.1 અબજ ડોલર આંકવામાં આવી છે.
૨૦૧૮-૧૯ના પ્રથમ છ માસિક ગાળામાં દેશની સોનાની આયાત ૧૭.૬૩ અબજ ડોલર
। નવી દિલ્હી । ૨૦૧૮-૧૯ના પ્રથમ છ માસિક ગાળામાં દેશની સોનાની આયાત ૪ ટકા વધી ૧૭.૬૩ અબજ ડોલર થઈ હતી. આથી, આ વર્ષે એપ્રિલ - સપ્ટેમ્બરના સમયગાળામાં દેશની વ્યાપાર ખાધ વધીને ૯૪.૩૨ અબજ ડોલર થઈ હતી જે ગયા વર્ષે સમાન ગાળામાં ૭૬.૬૬ અબજ ડોલર હતી, એમ વાણિજ્ય મંત્રાલયના આંકડાઓએ દર્શાવ્યું હતું. સોનાની આયાતમાં વધારાએ ભારત સરકારની ચિંતામાં ઉમેરો કર્યો છે કેમ કે અમેરિકી ડોલર સામે રૂપિયાના ઘટી રહેલા મૂલ્ય વચ્ચે વ્યાપક બનતી રાજકોષીય ખાધને અંકુશમાં રાખવા સરકાર મથી રહી છે.
એનબીએફસી અને એચએફસીમાં ચાલુ રહેલી વેચવાલી
। મુંબઈ । રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી અને ઇન્ફોસિસ આજે શેરબજારને નીચે લઈ જવામાં કારણરૂપ રહ્યા હતા. ૧,૬૬૦.૨૫ અને ઇન્ફોસિસ રૂ. નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) માટે મૂડી પ્રવાહ વધારવા અમુક પગલાં લેવાની રિઝર્વ બેન્કની જાહેરાત છતાં આ કંપનીઓના શેર્સ ઘટયાં હતાં. તદુપરાંત હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (એચએફસી)ના શેર્સ પણ ઘટયાં હતાં. એનબીએફસી અને એચએફસીમાં વેચવાલી ચાલુ રહી હતી. કંપનીઓના સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામને અનુલક્ષી રોકાણકારોએ સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો છે. બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ બાદ રિલાયન્સ ઇન્ટસ્ટ્રીઝનો શેર ૪ ટકા ઘટયો હતો.
ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચીનનો આર્થિક વૃદ્ધિ દર ૬.૫ ટકા
ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચીનનો આર્થિક વૃદ્ધિ દર સુસ્ત થયો છે. છેલ્લાં નવ વર્ષમાં આ સૌથી ઓછો વૃદ્ધિ દર છે. અમેરિકા સાથે વધતા જતા વ્યાપાર ઘર્ષણ અને વધતા જતા કરજની અસર ચીનના અર્થતંત્ર ઉપર પડી છે. નેશનલ સ્ટેટેટિક્સ બ્યૂરોના આંકડાઓ અનુસાર વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્ર ગણાતા ચીનમાં જુલાઈ - સપ્ટેમ્બરમાં વૃદ્ધિ દર ૬.૫ ટકા રહ્યો હતો જે છેલ્લાં બે ત્રિમાસિક ગાળાની સરખામણીમાં ઓછો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચીનનો વૃદ્ધિ દર ૬.૮ ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ દર ૬.૭ ટકા હતો.
બિઝનેસમાં ભાગલા બાદ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની સંપત્તિ વચ્ચે ૪૧ અબજ ડોલરનો તફાવત
। નવી દિલ્હી । દેશના સૌથી વધુ મશહૂર ઉદ્યોગપતિઓમાં ગણના પામનારા ધીરુભાઇ અંબાણીનું અવસાન ૨૦૦૨ના વર્ષમાં થયું હતું. ત્યારબાદ અંબાણી પરિવારમાં ભાગલાને લગતા સમાચાર અખબારોમાં ચમકતા રહેતા હતા. વાસ્તવમાં ધીરૂભાઇ કોઇ વીલ કરી ગયા ન હતા. તેને પરિણામે અંબાણી પરિવારમાં ભાગલા પડયા. હવે એ ભાગલાને ઘણાંવર્ષ વીતી ગયા છે અને આજની વાત કરીએ તો મુકેશ અંબાણી માત્ર ભારતના જ નહીં બલ્કે સમગ્ર એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ છે. તેઓ સફળતના નિતનવા સોપાન સર કરતા જાય છે અને તેમની સંપત્તિ ૪૩.૧ અબજ ડોલર આંકવામાં આવી છે.
મુકેશ અંબાણીની અને અનિલ અંબાણીની સંપત્તિમાં સતત વધી રહ્યુ છે આ કારણે અંતર
ભારતના ધનકુબેરોમાં મોખરાનું સ્થાન ધરાવતા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને સગા ભાઈઓ છે. પણ આ બંને વચ્ચે જમીન આસમાનનો ફર્ક છે. સમયથી સાથે સાથે આ અંતર સતત વધી રહ્યુ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ બંને ભાઈઓની સંપત્તિમાં 40 અરબ ડૉલરનું અંતર આવી ગયુ છે. એક રિપોર્ટ અનુસાર દેશના સૌથી અમીર ખાનદાન ધરાવતા આ ભાઈઓના વેપાર ધંધામાં ઉતાર-ચઢાવની આ વાત છે.
સેન્સેક્સ 464 પોઇન્ટ તુટ્યો, નિફ્ટી 10300 પર શેરબજાર થયું બંધ
શેરબજારમાં ઘટાડો રોકાવાનું નામ લેતું નથી. આજે પણ શેરબજારમાં ભારે કડાકો થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1.5 ટકાની નબળાઈ સાથે બંધ રહ્યા છે. આજની ટ્રેડિંગમાં નિફ્ટી 10,249.6 ની સપાટીએ આવી ગયો હતો, જ્યારે સેન્સેક્સ 34,140.3ની સપાટીએ પહોંચ્યો હતો. અંતે, નિફ્ટી 10,300ની નજીક બંધ રહ્યો હતો જ્યારે સેન્સેક્સ 34,300ની આસપાસ બંધ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ દબાણ જોવા મળ્યો છે. બીએસઈના મિડકેપ ઇન્ડેક્સમાં 1% થી વધુ ઘટાડો થયો છે, જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.5% ની નબળાઇ છે.
હોટલ જેવી સુવિધાઓ ધરાવતી ટ્રેનના આ કોચમાં તમે પણ કરી શકો છો સફર!
દેશના રેલવેમંત્રી માટે, ટ્રેનમાં ખાસ હોટલ જેવી સુવિધા ધરાવતા કોચ હોય છે. તેમા હવે કોઇ પણ યાત્રી સફર કરી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર વર્તમાન રેલવે મંત્રી પીયૂષ ગોયલે IRCTCને આ સલુન્સના વ્યવસાયિક ઉપયોગને મંજૂરી આપી છે. આ વર્ષે માર્ચમાં IRCTC એ એસી સલુન કોચમાં,જોડાયેલ બાથરૂમ અને વૉલેટ સર્વિસ સાથે આમ જનતા માટે સુવિધાઓ આપવાનું નક્કી કર્યું છે.
#MeTooની અસર: કોર્પોરેટ કંપનીઓમાં ફફડાટ, લો બોલો હવે આ વીમો લેશે
મી ટૂ મૂવમેન્ટ હેઠળ જાતીય સતામણીના મુદ્દાઓ વચ્ચે ભારતીય કંપનીઓને સમજાયું કે માત્ર મોટી અથવા વૈશ્વિક કંપનીઓને જ નહીં, પરંતુ નાની સ્થાનિક કંપનીઓને પણ એમ્પલોયમેન્ટ પ્રેક્ટિસેજ લાઇબિલિટી કવરની જરૂર છે. એમ્પલોયમેન્ટ પ્રેક્ટિસેજ લાઇબિલિટી કવરમાં કર્મચારીઓ દ્વારા લિંગ, જાતિ, વય અથવા અપંગતા વગેરેના આધારે ખોટી રીતે નોકરી છોડવા અથવા સતામણીના આરોપ સામે રક્ષણ મળે છે. બજાજ એલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના એમડી અને સીઇઓ તપન સિંઘલના જણાવ્યા પ્રમાણે ઘણી બધી કંપનીઓ ડિરેક્ટર્સ અને ઓફિસર્સ (D&O) અનુસાર કવર લેતી નથી.
ઇંધણમાં સતત બીજા દિવસે ઘટાડો, પેટ્રોલ 24 અને ડીઝલ 11 પૈસા ઘટ્યું
ઇંધણના ભાવમાં છેલ્લા કેટલાય મહિનાઓથી વધતા ભાવો હવે બે દિવસથી ઘટાડા તરફી રહ્યા છે. આજે સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આજે શુક્રવારે પેટ્રોલની કિંમતોમાં 24 પૈસા જ્યારે ડીઝલની કિંમતોમાં 11 પૈસાનો ઘટાડો નોંધાયો છે. દેશની રાજધાની દિલ્હીમાં 24 પૈસાનો ઘટાડા સાથે 82.38 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 10 પૈસા ઘટીન 75.48 પૈસા પ્રતિ લિટર થયું છે. મુંબઇમાં પેટ્રોલના વધતા ભાવમાં ફરીથી રાહત મળી છે. મુંબઇમાં પેટ્રોલ 87.84 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.
સેન્સેક્સ 400 અને નિફ્ટી 120 પોઇન્ટ તુટ્યો, અમેરિકન બજારોમાં પણ મોટો કડાકો
ટ્રેડ વોરથી ચિંતિત રોકાણકારોએ ગુરૂવારે અમેરિકન શેર બજારમાં ખુબજ વેચવાલી કરી છે તે સંકેત છે કે આજે એશિયન બજાર પર તેની અસર જોવા મળે. શરૂઆતનાં કારોબારમાં ભારતીય શેર બજારનાં મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સમાં 400 પોઇન્ટ અને નિફ્ટી 100 પોઇન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે. આપન જણાવી દઇએ કે, એક્સપર્ટ્સે રોકાણકારોને દેરક કડાકામાં ખરીદી કરવાની સલાહ આપી છે. હવે ક્યાં કરીશું રોકાણ:- HDFC મ્યૂચુઅલ ફંડનાં CEO અને ED પ્રશાંત જૈનનું કહેવું છે કે, લાંબાં ગાળે બજારમાં 12થી 16 ટકા રિટર્ન મળવાની આશા છે.
હેવીવેઇટ શેરોમાં ઘટાડાથી બજાર નરમ, સેન્સેક્સમાં 400 પોઇન્ટનો કડાકો
આ ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારનો આજે કડાકા સાથે પ્રારંભ થયો છે. આજે સેન્સેક્સે 470 પોઇન્ટનો ઘટાડો કર્યો છે. તે જ સમયે નિફ્ટી પણ 10300 ની અંદર ખુલ્લી છે. વૈશ્વિક બજારમાંથી ઘટતા હેવીવેઇટ શેરો અને નબળા સૂચકાંકને કારણે, બજારમાં ઘટાડો થયો છે. પ્રારંભિક વ્યવસાયમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં 6 ટકાનો ઘટાડો થયો હતો. આજે સેન્સેક્સે 478.04 પોઇન્ટના જંગી ઘટાડા સાથે વેપાર કરવાનું શરૂ કર્યું છે. આ કડાકા સાથે, તે 34301.54 ના સ્તરે ખુલ્યો છે. નિફ્ટી વિશે વાત કરીએ તો તે પણ 127.70 પોઈન્ટ પણ ઘટ્યો.
એર ઈન્ડિયાને જીવતદાન આપવાં માટે સરકારે કરી અધધ કરોડની મદદ
વિમાની સેવા એર ઈન્ડિયા માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાને રાષ્ટ્રીય નાની બચત ભંડોળમાંથી રૂપિયા 1,૦૦૦ કરોડનું ભંડોળ પૂરું પાડયું છે. તે ઉપરાંત એર ઈન્ડિયા સોવરેન ગેરંટીનો ઉપયોગ કરીને રૂપિયા 5૦૦ કરોડનું ધિરાણ પણ મેળવી શકશે. એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે સરકારે રૂપિયા 3,5૦૦ કરોડનું ધિરાણ મેળવવા સોવરેન ગેરંટી આપેલી છે. તે પૈકી એર ઈન્ડિયા રૂપિયા 3,૦૦૦ કરોડનું ધિરાણ મેળવી ચૂકી છે અને બાકીનું ભંડોળ આગામી સપ્તાહ સુધીમાં ઊભુ થશે. તેને પગલે એર ઈન્ડિયાની નાણાકીય સ્થિતિ સાધારણ સુધરી છે.
નાગરિકોને આજે ફરી રાહત મળી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને પગલે સામાન્ય નાગરિકોની કમર તૂટી રહી હતી જો કે છેલ્લા બે દિવસથી જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. ગતરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડા બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 25 પૈસા અને ડીઝલની કિંમતમાં 11 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 83.89 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 76.33 પૈસાની સપાટી પર પહોંચી ગયું છે.

Want to stay updated ?

x

Download our Android app and stay updated with the latest happenings!!!


90K+ people are using this