facebook pixel
chevron_right Entertainment
transparent
ફેન્સ માટે બાહુબલી સ્ટારની જબરદસ્ત સરપ્રાઈઝ, બે દિવસ બાદ ધમાકો
બાહુબલી સ્ટાર પ્રભાસ હાલમાં પોતાની આવનારી ફિલ્મ સાહોના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ આ દરમિયાન તેમણે પોતાના ફેન્સને એક સરપ્રાઈઝ આપવાનો નિર્ણય કર્યો છે. પ્રભાસે ટ્વિટર પર લોકોને દશેરાની શુભકામનાઓ આપતા લખ્યુ કે તે પોતાના જન્મદિવસના પ્રસંગે ફેન્સને સરપ્રાઈઝ આપવાના છે. આ સરપ્રાઈઝ શું હશે, તેના વિશે કોઈ પાક્કા સમાચાર તો નથી પરંતુ સૂત્રોની માનીએ તો 23 ઓક્ટોબર એટલે કે પ્રભાસના જન્મદિવસ પર તેમની ફિલ્મ સાહોનું પહેલુ ટીઝર રિલીઝ કરવામાં આવશે.
#MeToo: શાહરૂખની ફિલ્મનાં રાઇટર પર એક્ટરનો આરોપ, "તેણે મને રાત્રે રૂમમાં બોલાવ્યો અને…"
#MeToo અભિયાન અંતર્ગત અત્યાર સુધી મહિલાઓ પોતાની સાથે થયેલા જાતિય શોષણને લઇને બોલી રહી હતી. હવે ટીવી એક્ટર રાહુલ રાજ સિંહે બોલીવુડ રાઇટર મુશ્તાક શેખ પર ગંભીર આરોપો લગાવ્યા છે. સૈફ અલી ખાન અને શાકિબ સલીમ બાદ હવે #MeToo અભિયાન અંતર્ગત આવો ખુલાસો કરનાર રાહુલ રાજ પહેલો પુરૂષ છે. શું કહ્યું રાહુલ રાજ સિંહે? રાહુલે જણાવ્યું કે, બોલીવુડનાં પ્રભાવશાળી વ્યક્તિ મુશ્તાક શેખ કેટલાક પ્રોજેક્ટ માટે કલાકો સુધી મારી સાથે મીટિંગ કરવા લાગ્યા.
યુપીના ખેડૂતોની મદદે આવ્યા અમિતાભ, ચૂકવશે 850 ખેડૂતોનું દેવુ
44 પરિવારોને મદદ પહોંચાડ્યા બાદ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હવે ખેડૂતોની મદદ માટે આગળ આવ્યા છે. અમિતાભ બચ્ચને ઘોષણા કરી છે કે તે ઉત્તરપ્રદેશના 850 ખેડૂતોની લોન ચૂકવશે. આ ખેડૂતોની લોન માટે તે 5.5 કરોડ રૂપિયા ખર્ચ કરશે. તમને જણાવી દઈએ કે આ 850 ખેડૂતોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ એજન્સીઓની મદદથી અમિતાભ બચ્ચને તે 44 પરિવારોની મદદ કરી છે જેમના પુત્ર અથવા ભાઈએ દેશ માટે પોતાનો જીવ ન્યોછાવર કરી દીધો.
નિક જોનાસ પાસેથી જૂતા ચોરીની અધધધ…રકમ વસૂલશે પરિણીતિ, ખૂદ કરી જાહેરાત
અત્યારે બોલીવુડમાં જે જોડીની ચર્ચાઓ થઈ રહી છે તે છે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ. છેલ્લા કેટલાક સમયથી આ જોડીનાં લગ્નની ખબરોએ જોર પકડ્યું છે. આવામાં નિક જોનાસની સાળી પણ લગ્નને લઇને ઉત્સુક હોય તે સ્વાભાવિક છે. નિક જોનાસની સાળી પરિણીતિ ચોપરાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણે એ પણ નક્કી કરી દીધું છે કે તે જૂતા ચોરીમાં કેટલી રકમ વસૂલશે. જૂતા ચોરીની આ રકમ એટલી વધારે છે કે તે સાંભળીને નિક જોનાસ પણ ચોંકી જશે.
MeTooના આરોપોથી ઘેરાયેલ આ સેલિબ્રિટીએ આપઘાતનો પ્રયાસ કર્યો
મુંબઈઃ MeToo કેમ્પેઈન અંતર્ગત યૌન ઉત્પીડનનો આરોપ લાગેલ કવાન એન્ટરટેઈનમેન્ટના કો-ફાઉન્ડર અનિર્બાન દાસ બહલે ડિપ્રેશનમાં આવીને આપઘાત કરવાની કોશિશ કરી. અનિર્બાન દાસે મુંબઈના વાશી બ્રિજ પરથી કૂદીને આત્મહત્યાની કોશિશ કરી હતી. અનિર્બાન દાસ પર ચાર મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. જે બાદ કંપનીએ એમને કાઢી મૂક્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે આરોપોને પગલે આઘાતમાં અનિર્બાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
#MeToo: વિકાસ બહલ મામલે કૉર્ટમાં હાજર ના રહી પીડિતા, આપ્યું આ ચોંકાવનારું કારણ
વિકાસ બહલ પર જાતિય શોષણનો આરોપ લગાવનારી પીડિત મહિલા શુક્રવારે કૉર્ટમાં ઉપસ્થિત નહોતી રહી. કૉર્ટે પીડિતા, વિકાસ બહલ, અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાનેને શુક્રવારે સમન પાઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિકાસે અનુરાગ અને વિક્રમાદિત્ય મોટવાને સામે 10 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ ઠોક્યો છે. કૉર્ટ આ મામલે પીડિતાનો પક્ષ સાંભળવા માંગતી હતી જે માટે તેને સમન પાઠવવામાં આવ્યું હતુ.
અમૃતસર ટ્રેન અકસ્માત: બોલીવુડ થયું હતપ્રભ, અજય સહિતનાં સ્ટાર્સની પ્રતિક્રિયા આવી સામે
પંજાબનાં અમૃતસરમાં શુક્રવારની રાત્રે એક કરૂણ ઘટના બની. અમૃતસરમાં રાવણ દહન દરમિયાન થયેલી આ ટ્રેન દુર્ઘટનામાં 60 લોકોનું મોત થયું અને ઘણા લોકો ઘાયલ છે. ટ્રેન જાલંધરથી અમૃતસર આવી રહી હતી. આ દુર્ઘટના અમૃતસરનાં ચૌડા બજારની નજીક થઈ હતી. રાવણ દહન દરમિયાન ફટાકડા અને આગની લપેટનાં કારણે લોકો પાછળ ખસ્યા અને કેટલાક લોકો પહેલાથી જ પટરી પર ઉભા રહીને રાવણ દહન જોઈ રહ્યા હતા. આ દરમિયાન પુરઝડપે આવી રહેલી ટ્રેન લોકોને કચડીને નીકળી ગઈ હતી.
"હું 14 વર્ષની હતી, ડિરેક્ટરે મારી જાંઘ પર હાથ રાખ્યો અને કહ્યું..."
નવી દિલ્હીઃ અભિનેત્રી શમા સિકંદરે પોતાની સાથે થયેલ યૌન શોષણનો ખુલાસો કર્યો છે. ફિલ્મો અને ટીવીમાં કામ કરી ચૂકેલ શમાએ #MeToo કેમ્પેઈન અંતર્ગત પોતાની સાથે થયેલ શોષણનો ખુલાસો કર્યો છે. શમાએ જણાવ્યું કે જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે એક નિર્દેશકે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જણાવી દઈએ કે મી ટૂ કેમ્પેઈન અંતર્ગત અત્યાર સુધીમાં કેટલીય એક્ટ્રેસ અને પત્રકારોએ પોતાની સાથે થયેલ અત્યાચારો વિશે ખુલ્લીને વાત કરી છે.
દીપિકા પાદુકોણનાં EX મેનેજર પર જાતિય શોષણનો આરોપ, આત્મહત્યાનો કર્યો પ્રયાસ
બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનાં પૂર્વ મેનેજર રહેલા ક્વાન એન્ટરટેઇનમેન્ટનાં કૉ-ફાઉન્ડર અનિર્બાન દાસ બ્લાહ પર 4 મહિલાઓએ જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે. આ આરોપો પર ઘેરાયેલા અનિર્બાનને શુક્રવારે મુંબઈનાં એક બ્રિજ પરથી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતો પકડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ક્વાન એન્ટરટેઇનમેન્ટ ભારતની જાણીતી સેલીબ્રિટી મેનેજમેન્ટ એજન્સી છે. જાતિય શોષણનાં આરોપોને કારણે ક્વાનમાંથી કાઢી મુકાયો અનિર્બાનને આ આરોપો બાદ ક્વાનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. અનિર્બાનને વાશી ટ્રાફિક પોલીસે વાશીનાં જુના બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયત્ન કરતા ઝડપી પાડ્યો હતો.
પ્રિયંકાના ફૈંસ માટે આવ્યા ખરાબ સમાચાર
પ્રિયંકા ચોપરા અને નિક જોનસને લઈને એક નવા સમાચાર મળ્યા છે. તાજેતરમાં, આ સમાચાર સામે આવ્યા હતા કે, બંન્નેના લગ્ન 2 ડિસેમ્બરે થશે. જેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી પરંતુ એવું લાગે છે કે, પ્રિયંકા અને નિક તેમના લગ્ન અંગે બહુ જલ્દી નથી કારણ કે હવે જે સમાચાર સામે આવી રહ્યા છે, તે કંઈક અલગ જ છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન 2 ડિસેમ્બરે થવાના હતા, જે માટે લગ્નનું સ્થળ પણ નક્કી થઈ ગયું હતું. આ સાથે ઘણી વાતોનો ખુલાસો કરવામાં આવ્યો હતો.
સંજયની આત્મકથા ધ બેસ્ટ મિસ્ટેક્સ ઓફ માય લાઇફ બહાર પડી
આજકાલ ખાન ત્રિપુટીનું બોલિવૂડમાં રાજ ચાલી રહ્યું છે પણ એક સમયે ફિરોઝ ખાન અને સંજય ખાનના નામના પણ બોલિવૂડમાં સિક્કા પડતાં હતા. સંજય ખાનની આત્મકથા જાણીતા પ્રકાશક પેન્ગવિન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. હાલ ૭૮ વર્ષના સંજય ખાને જીવનમાં બે વાર મોતને માત આપી છે. એકવાર ૧૯૮૯માં સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાનના મૈસૂરમાં બનાવાયેલા સેટ પર આગ લાગતાં ટીપુની ભૂમિકા ભજવી રહેલાં સંજય ખાનને આગમાં ૬૫ ટકા દાઝી જવાથી ઈજા થઈ હતી. આ આગમાં ૫૨ જણાનાં મોત થયા હતાં પણ સંજય ખાન બચી ગયા હતા.
ચીનીઓને હિચકી ચડાવી રાનીની ફિલ્મે રૂ.૫૪ કરોડની કમાણી કરી
રાની મુખરજીની ફિલ્મ હિચકીને ભારતમાં ભલે બહુ સફળતા ન મળી હોય પણ ચીનમાં તેણે સારી એવી કમાણી કરી લીધી છે. ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી રાનીની ફિલ્મ હિચકી ભારતમાં ૨૩ માર્ચે રિલીઝ થઈ હતી અને પહેલાં વીકએન્ડમાં ૧૫ કરોડ ૩૫ લાખની કમાણી કરી હતી. હવે બાર ઓક્ટોબરે ચીનમાં હિચકી રિલીઝ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ ફિલ્મે ચીનમાં કુલ ૭.૩૫ મિલિયન ડોલર એટલે કે ૫૩ કરોડ અને ૯૯ લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.
'બધાઇ હો' ટીમ સાથે સંદેશની મુલાકાત, આયુષ્માન અને ગજરાજ રાવે કરી મનભરીને મસ્તી
'બધાઇ હો' ટીમે અમદાવાદની મુલાકાત લીધી હતી. ત્યારે સંદેશ ન્યૂઝ ચેનલ સાથે કરી હતી ખાસ વાત. ફીલ્મના કલાકારો આયુષ્માન અને ગજરાજ રાવે કરી મનભરીને મસ્તી. ફિલ્મના Director છે અમિત રવીન્દ્રનાથ શર્મા. ફિલ્મમાં આયુષ્માન ખુરાના, સનાયા મલ્હોત્રા, નીના ગુપ્તા, ગજરાજ રાવ, શીબા ચઢ્ઢા. સુરેખા શીકરી, રાહુલ તીવારી, વીમી મહેતા છે. કોમેડી ફિલ્મો બનાવવી કોઈ સહેલી વાત નથી. કેટલીક ફિલ્મો એવી હોય છે જે તેની અસર લાંબા સમય સુધી છોડી જાય છે. 'બધાઈ હો' ફિલ્મ પણ કઈંક એવી જ ફિલ્મ છે.
વિકાસ બહેલે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય પર માનહાનિનો કેસ કર્યો
મી ટુ બોલિવૂડમાં શરુ થયા પછી લોકો વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે. હવે વિકાસ બહેલે આ મામલે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની પર 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. આપને જણાવી દઈએ કે વિકાસ બહેલ પર ક્વીન ફિલ્મની શૂટિંગ દરમિયાન કંગનાને ખોટી રીતે અડવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં પરંતુ સેટના મેમ્બરે પણ વિકાસ પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. આ મામલે વિકાસ બહેલ વિરુદ્ધ જ તેમના મિત્ર અને પાર્ટનર અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની ઘ્વારા આખો મામલો સાચો ગણાવવામાં આવ્યો છે.
#MeToo: સુશાંત પર જાતિય શોષણનો આરોપ, બચાવમાં શેર કર્યા ચેટનાં સ્ક્રીન શૉટ
અત્યારે બોલીવુડમાં #MeTooનો વાયરો ચાલુ છે જેની અંદર દિગ્ગજો પણ ફસાયા છે. બોલીવુડનાં એક પછી એક મોટા કલાકારોનાં નામ જાતિય શોષણ કરવાને લઇને આવી રહ્યા છે. આવામાં જોધપુરમાં પોતાની ફિલ્મ 'કિજ્જે ઔર મન્ની'ની શૂટિંગ કરી રહેલા સુશાંત સિંહ રાજપૂત પર પણ આરોપ લાગ્યો છે કે તે તેની કો-સ્ટાર સાથે 'ઑવર ફ્રેન્ડલી' વ્યવહાર કરતો હતો અને જેના કારણે તેની કૉ-સ્ટાર અસહજ થઈ હતી. સંજનાએ કરી હતી મુકેશ છાબરાને ફરિયાદ.
કો-સ્ટાર સાથે અયોગ્ય હરકતના આરોપો પર સુશાંતે શેર કર્યા વાતચીતના સ્ક્રીનશૉટ
સુશાંત સિંહ રાજપૂતે કો-સ્ટાર સંજના સાંઘી સાથે છેડતીના સમાચારો પર સ્પષ્ટતા આપી છે. સુશાંતે સંજના સાથે પોતાન વાતચીતના સ્ક્રીનશૉટ શેર કરતા કહ્યુ કે હકીકત સામે લાવવા માટે તે આ કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂત અને સંજના ફિલ્મ 'કિજી ઓર મેની' માં સાથે કામ કરી રહ્યા છે. સંજના આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે, સુશાંત પર સંજના સાથે ગેરવર્તણૂકના આરોપ લાગ્યા છે. આ પણ વાંચોઃ સાડીમાં ગોપી વહુ લાગી રહી છે સેક્સી, નહિ હટાવી શકો નજર.
ઘણો જ દુ:ખી છે સલમાન ખાન, 'માય લવ'એ છોડ્યો સાથ
સલમાન ખાનની પાલતૂ કૂતરી 'માય લવ' હવે આ દુનિયામાં નથી. સલમાન તેને હંમેશા પ્રેમ કરતા જોવા મળતો હતો. સલમાને આ કૂતરી સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સલમાન ખાન અત્યારે ઘણો જ દુ:ખી છે, કેમકે તેની દિલની નજીકની પાલતૂ કૂતરી 'માય લવ'એ તેનો સાથ છોડ્યો છે. સલમાન ખાને આ વાતની જાણકારી તેના ટ્વિટર એકાઉન્ટ પર આપી હતી. સલમાન ખાને તેની કૂતરીની તસવીરો શેર કરીને લખ્યું કે, 'મારી સૌથી સુંદર, માય લવે આ દુનિયામાંથી વિદાય લીધી છે.
#MeToo: CINTAAની નોટિસનો નાના પાટેકરે આપ્યો જવાબ, જાણો આરોપો પર શું કહ્યું
નાના પાટેકરે આરોપોને ગણાવ્યા પાયાવિહોણા તનુશ્રી દત્તા પર લગાવવામાં આવેલા આરોપો પર સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન(CINTAA)એ અભિનેતા નાના પાટેકરને નોટિસ ફટકારી હતી. નાના પાટેકરે ગુરૂવારે આ મામલે CINTAAને પોતાની પ્રતિક્રિયા આપી છે. નાના પાટેકરે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે તેમની સામે લગાવવામાં આવેલા આરોપ પાયાવિહોણા અને જૂઠા છે. તેમણે એવુ પણ કહ્યું કે તેઓ તનુશ્રી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયામાં છે.
#MeToo: 14 વર્ષની ઉંમરે આ અભિનેત્રીની જાંઘ પર હાથ મુકી ડાયરેક્ટરે કહ્યું હતું કે….
દેશભરમાં #MeTooએ જોર પકડી દીધું છે. એક પછી એક અભિનેત્રી પોતાની સાથે બનેલી ઘટનાઓ જણાવી રહી છે. આવામાં આ લિસ્ટમાં એક વધુ ટીવી અને બોલીવુડ અભિનેત્રીએ પણ પોતાની વાત જણાવી છે. જાણીતી ટીવી સીરિયલ 'યહ હૈ મેરી લાઇફ'થી પ્રખ્યાત બનેલી શમા સિકંદરે એક ઇન્ટરવ્યૂમાં પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી. 14 વર્ષની ઉંમરે ડાયરેક્ટરે જાંઘ પર મુખ્યો હતો હાથ. શમાએ જણાવ્યું કે આ ઘટના બાદ તે ઘણી ડરી ગઈ હતી.
શાહરૂખ પર ગુસ્સે થયેલા સની દેઓલે સેટ પર જ ફાડી દીધુ હતુ જીન્સ!
બોલીવુડમાં એક્શન હીરોનાં લિસ્ટમાં જો કોઈનું નામ ટૉપ પર હોય તો તે છે સની દેઓલ. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તેમને સની પાજીનાં નામે પણ ઓળખવામાં આવે છે. સની દેઓલ બોલીવુડમાં અંદાજે 35 વર્ષોથી કામ કરી રહ્યા છે. સની દેઓલનો જન્મ 19 ઑક્ટોબર 1956નાં રોજ પંજાબમાં થયો હતો. સની દેઓલ અત્યારે 62 વર્ષનો થઈ ગયો છે. જો કે ઉંમરનાં આ પડાવ પર પણ તેમની ફિટનેસ લાજવાબ છે.

Want to stay updated ?

x

Download our Android app and stay updated with the latest happenings!!!


90K+ people are using this