facebook pixel
chevron_right Politics
transparent
મહારાષ્ટ્રમાં સામે આવેલા સર્વેએ ભાજપના હોંશ ઉડાવી દીધા
દેશભરમાં પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. તેની વચ્ચે સામે આવેલી મહારાષ્ટ્રમાં ભાજપના રાજકીય સર્વે ભાજપની ચિંતા વધારી દીધી છે. જેમાં ૮ સાંસદ અને ૪૦ ધારાસભ્યોને ફરીથી ચુંટણી જીતવી મુશ્કેલ બની શકે તેમ છે. જેના લીધે ભાજપ માટે મુશ્કેલી ઉભી થઈ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ દ્વારા તેમના ધારાસભ્યો અને સાંસદોનો આંતરિક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને રાજકીય નેતાના કાર્ય અને કાર્ય પદ્ધતિ અંગે સવાલ કરવામાં આવ્યા હતા અને સૂચનો પણ લેવામાં આવ્યા હતા.
શિવસેના- ભાજપ જોડે લડી શકે છે લોકસભા ચુંટણી : શરદ પવાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે શકયતા વ્યકત કરી છે કે ભાજપ અને શિવસેના આગામી લોકસભા ચુંટણી સાથે મળીને લડશે. જો કે મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી સાથે નહીં લડે. શરદ પવારે શુક્રવારે રાત્રે લોકસભા અને વિધાનસભા ચુંટણીઓ એક સાથે કરવાની બાબતનો છેદ ઉડાવી દીધો છે. તેમણે કહ્યું કે સ્થિતિ બદલાઈ ગઈ છે. કેન્દ્ર સરકાર છેલ્લા એક વર્ષની લોકસભા અને વિધાનસભા ચુંટણી સાથે યોજાવવા અંગે વિચારી રહી છે. તેમજ આ અંગે તેમણે ઈલેકશન કમીશનને રજૂઆત પણ કરી છે.
સરદાર પટેલની "સ્ટેચ્યુ ઓફ યુનિટી" ના મુખના આકારને લઈને સામે આવ્યો વિવાદ
ગુજરાતમાં નર્મદા બંધ નજીક મુકવામાં આવેલી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેના લોકાર્પણ પૂર્વે જ વિવાદમાં ઘેરાવા લાગી છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના ૨૪ મીટર ઉંચા મુખના આકાર અને ભાવને લઈને લોકોમાં મૂંઝવણ ઉભી થવા લાગી છે. જેના પગલે ટ્વીટર પર એક યુઝર્સે લખ્યું છે કે તમે આ ચહેરાને ઓળખી શકો છો. હા આવું ત્યારે બને જયારે તમે આ પ્રતિમા બનાવવા માટે ચાઈનાને આપો છો. આ ચહેરામાં ચાઈનીસ ટચ જોવા મળી રહ્યો છે.
ગોવામાં નેતૃત્વ પરિવર્તનની કવાયત તેજ, અમિત શાહે કરી સહયોગીઓ સાથે ચર્ચા
ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના સતત કથળી રહેલા સ્વાસ્થ્યના પગલે ભાજપે હવે તેમના ઉત્તરાધિકારીની શોધ શરૂ કરી છે. એક અહેવાલ અનુસાર ભાજપ અધ્યક્ષ અમિત શાહ સત્તાવાર રીતે તેમની સહયોગી પાર્ટીઓ સાથે આ અંગે ચર્ચા શરૂ કરી દીધી છે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર ગૌમાંતક પાર્ટીના રામકૃષ્ણ ધવલીકર અને ગોવા ફોર્વડ પાર્ટીના વિજય સરદેસાઈ સાથે ચર્ચા કરી હતી. અમિત શાહ ગોવાના આરોગ્યમંત્રી વિશ્વજીત રાણે અને સ્પીકર પ્રમોદ સાવંતને પણ મળ્યા હતા. આ બંને મુખ્યમંત્રી પદની રેસમાં હોવાનું માનવામાં આવે છે.
રાફેલ મુદ્દે કોંગ્રેસે પીએમ મોદીના મૌન પર ઉઠાવ્યા સવાલ
રાફેલ સૌદાને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર ચાલુ જ રાખ્યા છે. કોંગ્રેસે રાફેલ સૌદાના ગેરરીતીને લઈને મોદી સરકારને ઘેરતા જણાવ્યું છે કે ' વાસ્તવમાં તેમનો જ દોષ છે એટલે તે હવે ખામોશ છે' તેમજ આ વાકય રાફેલ ગોટાળામાં વડાપ્રધાન મોદી પર લાગુ પડે છે. આ અંગે વધુ જણાવતા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદેના નિવેદનથી એ બાબત સાફ થાય છે કે આ સૌદામાં ગોટાળો થયો છે.
દેશમા રોજગારી આપવામાં મોદી સરકાર નિષ્ફળ, શિક્ષિત બેરોજગારીનો દર ૧૬ ટકાએ પહોંચ્યો
દેશમાં બેરોજગારીના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં સ્ટેટ ઓફ વર્કિગ કમિટી ૨૦૧૮ના સામે આવેલા અહેવાલે મોદી સરકારની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો છે. આ રીપોર્ટ અનુસાર દેશમાં રોજગારી ઉભી થવાના દરમાં ગંભીર રીતે ઘટાડો નોંધાયો છે. જેમાં શિક્ષિત બેરોજગારોમાં રોજગારી સૌથી મોટી સમસ્યા બની છે. જે મોદી સરકારના મેઈક ઇન ઇન્ડિયાના વાયદાના લીરેલીરા ઉડાવે છે. જેમાં શિક્ષિત યુવાનોના બેરોજગારીનો દર ૨૦ વર્ષમાં સૌથી વધુ ૧૬ ટકાએ પહોંચ્યો છે. જેમા પણ ઉત્તર ભારતમાં પણ તેની સૌથી વધારે અસર જોવા મળી રહી છે.
દેશમાં ચુંટણી નજીક આવતા ભાજપનો વર્ગવિગ્રહ કરાવી રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ : હાર્દિક પટેલ
ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા અંગે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમજ હાર્દિક પટેલે જણાવ્યું છે કે દેશમાં ચુંટણી નજીક આવતા ભાજપનો વર્ગવિગ્રહ કરાવી રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહી છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં મંદીનો માહોલ છે. અર્થવ્યવસ્થા ખાડામાં પડી છે. શેરબજાર તૂટી રહ્યું છે. રૂપિયો ડોલર સામે નતમસ્તક છે. આ તમામ પરિસ્થિતિઓની ગુજરાતમાં પણ ગંભીર અસર થઈ છે.
ગુજરાતમાં મહેન્દ્રસિંહ વાઘેલાનો ભાજપથી મોહભંગ, રાજીનામું ઘરી દીધું
ગુજરાતમાં રાજકારણમાં એક ઉથલપાથલમાં વિજયાદશમીના દિવસે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી અચાનક રાજીનામું આપી દીધું છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા થોડા સમય પૂર્વે જ ભાજપમાં જોડાયા હતા. આ પૂર્વે તે કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુક્યા છે. જો કે તેમના રાજીનામાના લીધે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ભાજપની તકલીફો વધી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હું વ્યક્તિગત કારણોથી ભાજપમાંથી રાજીનામું આપું છું.
પ્રખર રાજનેતા એન.ડી. તિવારીનું અવસાન, રાજકીય પક્ષોમાં શોકનો માહોલ
ઉત્તરાખંડના વિકાસ પુરુષ નારાયણ દત્ત તિવારીએ દિલ્હીમાં સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા હતા. જેના લીધે રાજકીય પક્ષોમાં શોકનો માહોલ છવાયો છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહી ચુકેલા એન.ડી. તિવારીને બ્રેઈન સ્ટ્રોકના લીધે ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ દિલ્હીના સાકેત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત મહીને જ તેમની હાલત ગંભીર છે. આજે તેમનો ૯૨મો જન્મદિવસ હતો. નારાયણ દત્ત તિવારી દેશના પ્રથમ એવા રાજનેતા જેમને બે રાજયના મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત છે.
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને નડી રહી છે મુશ્કેલીઓ,માત્ર ૦.૦૯ એકર જમીન સંપાદિત
અમદાવાદ અને મુંબઈ વચ્ચે આકાર લઈ રહેલા પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. તેમજ ધીમી ગતિએ જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે તેના પરથી લાગે છે કે આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ નહીં થાય. જેમાં બ્લ્યુબર્ગના અહેવાલ અનુસાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે એક વર્ષમાં હજુ સુધી ૦.૦૯ એકર જમીન સંપાદિત કરવામાં આવી છે. જયારે આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલી કંપની અનુસાર ૧૪૦૦ હેક્ટર જમીનની જરૂર છે. વર્ષ ૨૦૨૩ સુધી ૩૧૬ માઈલ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્ય છે.
ભગવાન રામ અમારી માટે ગૌરવ પુરુષ, અયોધ્યા તેમનું મંદિર બનવું જોઈએ: મોહન ભાગવત
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરના સંગઠનમાં વિજયાદશમી ઉત્સવ દરમ્યાન કહ્યું હતું કે ભગવાન રામ અમારી માટે ગૌરવ પુરુષ, અયોધ્યા તેમનું મંદિર બનવું જોઈએ. આ ઉજવણી દરમ્યાન કૈલાશ સત્યાર્થી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ પણ હાજર રહ્યાં હતા. આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે ચાહે જે થઈ જાય. અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ. રામ અમારા ગૌરવ પુરુષ છે તેમનું સ્મારક બનવું જોઈએ. સરકાર આ બનાવવા માટે કાયદો લાવે. સંઘ આ મામલે સાધુ- સંતોની સાથે છે. તેમણે આ વાત વિજયાદશમી ઉત્સવ પર કહી હતી.
યૌન શોષણના વિવાદોમાં ઘેરાયેલા મંત્રી એમ.જે. અકબરે રાજીનામુ આપ્યુ
યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા વિદેશ રાજયમંત્રી એમ.જે. અકબર આખરે મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. મી ટુ વિવાદમાં ફસાયેલા કેન્દ્રીય મંત્રી એમ.જે.અકબર રવિવારે વિદેશ પ્રવાસથી પરત આવ્યા હતા. તેવા સમયે તેમણે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર તેમણે જણાવ્યું હતું કે તે બાદમાં આરોપ પર નિવેદન આપશે. આ ઘટનાક્રમને લઈને વિપક્ષ કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષો એમ.જે.અકબરનું રાજીનામું માંગી રહ્યા હતા. જયારે મોદી સરકારના મંત્રી એમ.જે.અકબર દ્વારા પત્રકાર પ્રિયા રમાણી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેની પ્રતિક્રિયા આપતા રમાણીએ જણાવ્યું હતું કે એમ.જે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મોદી સરકારને ફેંકયો આ પડકાર
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ની કેન્દ્ર સરકારે અમારી ૪૦૦ ચારસો ફાઇલોની તપાસ કરી છે પણ મને રફાલ વિમાન ખરીદી માટે ની સમજુતી ની ૪ ચાર ફાઇલો તપાસ કરવા માટે આપવામાં આવે તો હું ભાજપના નેતાઓ ને જેલ ભેગા કરી દઉં. દાવા સાથે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમારી દિલ્હી ની આપ સરકાર છેલ્લા ૭૦ સીત્તેર વર્ષો મા સૌથી પ્રમાણીક સરકાર છે.
ગુજરાતના સીએમ રૂપાણીના બચાવમા આવ્યા નીતિન પટેલ, આપી આ પ્રતિક્રિયા
ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા બાદ કોંગ્રેસ નેતા અને બિહારના પ્રભારી શકિતસિંહ ગોહિલે સીએમ રૂપાણી પર કરેલા આક્ષેપના બચાવમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવ્યા છે. નીતિન પટેલે કહ્યું છે કે સીએમ રૂપાણી કે ભાજપના કોઈપણ નેતાએ શકિતસિંહ ગોહિલના નામજોગ કોઈ જ નિવેદન કર્યું નથી. તેમજ સીએમ રૂપાણીએ કોંગ્રેસના નેતા પર આક્ષેપ મુક્યો છે. આ ઉપરાંત આ કિસ્સામાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઉશ્કેરણીજનક ભાષણો કર્યા હતા. તેમજ અલ્પેશ ઠાકોર બિહારના સહપ્રભારી છે જયારે શકિતસિંહ ગોહિલ બિહારના પ્રભારી છે. તેથી આ મુદ્દે સમજવામાં ભૂલ થઈ છે.
રાજસ્થાનમા જસવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહે થામ્યો કોંગ્રેસનો હાથ, છોડયો ભાજપનો સાથ
ભાજપના સંસ્થાપકોમાંથી એક અને અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહી ચુકેલા જસવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહ એ આખરે તેમની રાજકીય દિશા નક્કી કરી લીધી છે. તેમણે ૨૪ દિવસ પૂર્વે ભાજપ સાથે છેડો ફાડયા બાદ હવે કોંગ્રેસનો હાથ થામી લીધો છે. માનવેન્દ્રસિંહ આજે સંપૂર્ણ પરિવાર સાથે દિલ્હી પહોંચ્યા હતા. તેની બાદ તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, માનવેન્દ્રસિંહ વર્ષ ૨૦૧૩માં શિવ વિધાનસભામાંથી ધારાસભ્ય બન્યા હતા.
ગુજરાતમાં કોંગ્રેસ સાંસદ અહમદ પટેલના હસ્તે શનિવારે 'લોક સેવા કેન્દ્ર'નું લોકાર્પણ કરશે
ગુજરાતમાં લોકપ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસે શરૂ કરેલા લોક સરકાર અભિયાન અંતર્ગત લોક સેવા કેન્દ્રનું લોકાર્પણ રાષ્ટ્રીય કોંગ્રેસના ટ્રેઝરર અને સાંસદ અહમદ પટેલના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરો હાજર રહેશે. આ કાર્યક્રમ ૨૦ ઓક્ટોબરના રોજ બપોરે અમદાવાદમાં ટાગોર હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં સીએમ રૂપાણી મુશ્કેલીમાં , કોંગ્રેસ નેતા શકિતસિંહ ગોહિલે કહ્યું ફોજદારી અને સિવિલ કેસ કરીશ
ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલા બાદ બે દિવસના ઉત્તર પ્રદેશ પ્રવાસે ગયેલા સીએમ રૂપાણીએ કરેલા કરેલા નિવેદનથી વિવાદ સર્જાયો છે. જેમાં સીએમ રૂપાણીએ ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલા અંગે કોંગ્રેસના બિહારના પ્રભારી જવાબદાર હોવાનું નિવેદન કર્યું હતું. જેને લઈને કોંગ્રેસ નેતા અને બિહારના પ્રભારી શકિતસિંહ ગોહિલે સીએમ રૂપાણી વિરુદ્ધ ફોજદારી અને માનહાનિનો સિવિલ કેસ ફાઈલ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
મોદી સરકારના મંત્રી એમ.જે. અકબરની મુશ્કેલી વધી, પ્રિયા રમાણીએ કહ્યું સત્ય જ મારું હથિયાર
મોદી સરકારના મંત્રી એમ.જે.અકબર દ્વારા પત્રકાર પ્રિયા રમાણી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેવ સમયે પ્રતિક્રિયા આપતા રમાણીએ જણાવ્યું કે એમ.જે. અકબર ગભરાવીને લોકોને ચુપ કરાવવા માંગે છે. અકબરે તેમની વિરુદ્ધ અપરાધિક માનહાનીનો કેસ દાખલ કર્યો છે. અકબરે લો ફર્મ કરંજવાલા એન્ડ કંપની મારફતે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આઈપીસીની કલમ ૪૯૯ અને ૫૦૦ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસ દાખલ થતાની સાથે જ પ્રિયા રમાણી એ પોતનું નિવેદન આપ્યું હતું.

Want to stay updated ?

x

Download our Android app and stay updated with the latest happenings!!!


90K+ people are using this