facebook pixel
chevron_right Sports
transparent
વિજય હજારે ટ્રોફીઃ મુંબઈએ ત્રીજી વાર જમાવ્યો ખિતાબ પર કબ્જો
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય હજારે ટ્રોફીની ફાઈનલ દિલ્લી અને મુંબઈ વચ્ચે રમાઈ. ટોસ જીતીને મુંબઈએ પહેલા બોલિંગનો નિર્ણય કર્યો. દિલ્લીની શરૂઆત સારી ન રહી અને માત્ર 21 રનમાં જ દિલ્લીના ત્રણ બેટ્સમેન પેવેલિયન ભેગા થઈ ગયા. ત્રણ વિકેટ પડ્યા બાદ દિલ્લીનો દાવ નીતિશ રાણા અને ધ્રુવ શોરે સંભાળ્યો. પરંતુ આ ભાગીદારી થોડી વાર માટે જ રહી. ત્યારબાદ નીતિશ રાણા 13 રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા. તેમના પેવેલિયન પાછા ફર્યા બાદ ધ્રુવ શોરેને આદિત્ય તારેએ સ્ટંપ આઉટ કર્યા. ત્યારબાદ દિલ્લીનો દાવ સતત ડગી ગયો.
Birthday Special: આ રેકોર્ડમાં સચિન અને બ્રૈડમેનથી પણ આગળ છે સહેવાગ
ન માત્ર ભારત પરંતુ દુનિયાના સૌથી તોફાની બેસ્ટમેનમાં શામેલ વીરેન્દ્ર સહેવાગ આજે એટલે કે, 20 ઓક્ટોબરે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 20 ઓક્ટોબર 1378ના રોજ જન્મેલ વીરેન્દ્ર સહેવાગને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો. હવે 13 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા બાદ ઘણા એવા રેકોર્ડ છે, જે તેમને વધુ મહાન બેટ્સમેન બનાવી દે છે. તે વન ડેમાં ડબલ સેંચુરી અને ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર એક માત્ર ભારતીય ખેલાડી છે. પહેલા સહેવાગના કરિયર પર નજર નાંખીએ તો.
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો પાકિસ્તાન વિરૂદ્ધ હાઇવોલ્ટેજ મુકાબલો
ભારતીય પુરૂષ હોકી ટીમ શનિવારે જ્યારે કટ્ટર હરિફ પાકિસ્તાન વિરૂદ્ધ એશિયન ચેમ્પિયન ટ્રોફીના પોતાના બીજા મુકાબલામાં મેદાન પર ઉતરશે તો તેનું લક્ષ્ય પોતાનું વિજય રથ અભિયાનને ચાલુ રાખવાનું હશે. મનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય ટીમે ગુરૂવારે પોતાના પ્રથમ મુકાબલામાં યજમાન ઓમાનને એકતરફા મુકાબલામાં 11-0થી ધોઇ ધમાકેદાર શરૂઆત કરી હતી. આ મેચમાં યુવા દિલપ્રીત સિંહે શાનદાર હેટ્રીક ગોલ કર્યા હતાં. ટીમ પાકિસ્તાન સામે પણ આ જ પ્રકારનુ પ્રદર્શન કરવા ઇચ્છશે.
Ind vs WI: વન-ડે સિરીઝ પહેલા આ ભારતીય ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત
ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે વન ડે સિરીઝની પ્રથમ મેચ 21 ઓક્ટોબરે રમાશે, પરંતુ આ સિરીઝના શરૂઆત થતા પહેલા જ ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર રહેલા પ્રવીણ કુમારે ક્રિકેટના તમામ ફોર્મેટથી સંન્યાલની જાહેરાત કરી દીધી છે. 32 વર્ષિય પ્રવિણે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2012માં રમી હતી. પ્રવિણે જણાવ્યું કે, સંન્યાસ બાદ તે હવે માત્ર ઓએનજીસી માટે કંપની ક્રિકેટ રમશે અને તે બોલિંગ કોચ બનવા માંગે છે. પ્રવિણ કુમારે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે.
મજાક-મજાકમાં આરતીનો થઇ ગયો સહેવાગ, રસપ્રદ છે લવસ્ટોરી
ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન રહેલા વીરેન્દ્ર સહેવાગ આજે 40 વર્ષનો થઇ ગયો છે. ભલે સહેવાગ ક્રિકેટને અલવિદા કહી દીધુ હોય, પરંતુ બોલિંગમા હાલ પણ તેનો ખ્વો કાયમ છે. સહેવાગ તેના ટ્વીટ્સના કારણથી હંમેશા ચર્ચામાં રહે છે. ક્રિકેટ કરિયરની સાથે-સાથે તેની લવ લાઇફ પણ ખૂબ રસપ્રસ છે. મજાકમા કર્યું હતુ પ્રપોઝ. સહેવાગ આરતીને પહેલી વાર ત્યારે મળ્યો હતો જ્યારે તે આશરે 7લ વર્ષની હતો અને આરતી માત્ર 5 વર્ષની હતી. સહેવાગે આરતીને પહેલી વાર ત્યારે પ્રપોઝ કર્યો ત્યારે તે 21 વર્ષની હતી.
હરભજને ધોની પર આડકતરી રીતે કર્યો પ્રહાર, જાણો શુ કહ્યું
વિજય હજારે ટ્રોફીને સેમીફાઇનલ મુકાબલામાં દિલ્હીએ ખૂબ રોમાન્ચક મુકાબલામાં ઝારખંડને ટક્કર આપી ફાઇનલમાં જગ્યા બનાવીછે. અંતિમ ઓવર્સમાં બે વિકેટથી થયેલી દિલ્હીની આ જીતે ટીમ ઇન્ડિયાના ફિરકી બોલર હરભજન સિંહને નારાજ કરી દીધો છે અને હરભજનની નારાજગી કોઇ ટીમથી નહીં પરંતુ એ ખેલાડીથી છે આ મુકાબલામાં રમ્યો નથી. તે ખેલાડી ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની છે. આ રોમાન્ચક મુકાબલામાં ઝારખંડની હાર બાદ હરભજને ટ્વીટ કરીને ધોની પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. હરભજનનું કહેવું છે કે કેપ્ટન ગૌતમ ગંભીરને શુભેચ્છા.
હોકી ગોલકીપર આકાશ પર બે વર્ષ માટે મૂકાયો પ્રતિબંધ, કારણ જાણી ચોંકી જશો
નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ હોકી ગોલકીપર આકાશ ચિકતેને વર્ષના શરૂમાં પ્રતિબંધિત પદાર્થના પરીક્ષણમાં પોઝિટીવ મેળવ્યા બાદ બે વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. આકાશ ચિકતેને નાડાએ 27 માર્ચે અસ્થાયી રીતે નિલંબિત કર્યો હતો અને આઠ ઓક્ટોબરે અંતિમ સુનાવણી બાદ એન્ટી-ડોપિંગ શિસ્તપાત પેનલે તેની પર ન્યૂનતમ બે વર્ષ પ્રતિબંધ લગાવ્યો છે. આકાશ ચિકતેને ટૂર્નામેન્ટ બહાર કરવામાં આવેલ પરીક્ષણમાં પ્રતિબંધિત એનાબોલિક સ્ટેરોયડ નોરૈડ્રોસસ્ટેરોન પોઝિટીવ મળી આવ્યા છે. આ પરીક્ષણમાં 27 ફેબ્રુઆરીએ બેંગલૂરુમાં સીનિયર હોકી ટીમના શિબિર દરમ્યાન લેવામાં આવ્યો હતો.
કોહલી, ધવન અને રોહિતને ૧,૦૦૦ રન પૂર્ણ કરવાની તક
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આગામી ૨૧મી ઓક્ટોબરથી પાંચ વન-ડે મેચની સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. સિરીઝની તમામ મેચ ડે-નાઇટમાં રમાશે. આ સિરીઝ દ્વારા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને ઓપનર શિખર ધવન પાસે વર્ષ ૨૦૧૮માં ૧,૦૦૦ રન પૂર્ણ કરવાની તક છે. આ સિદ્ધિ મેળવવાથી વિરાટ કોહલી ૨૫૧ અને ધવન ૨૧૫ રન દૂર છે.
ઓમાન સામે ભારતીય પુરુષ હોકી ટીમનો ૧૧-૦થી વિજય
। મસ્કત । ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ હોકી ટીમમાં યજમાન ઓમાનને પોતાના પ્રથમ મુકાબલામાં ૧૧-૦થી કચડી વિજયી પ્રારંભ કર્યો હતો. ભારત તરફથી દિલપ્રીતે હેટ્રિક નોંધાવી હતી જ્યારે હરમનપ્રીતે બે ગોલ કર્યા હતા. અન્ય છ ખેલાડીઓએ ૧-૧ ગોલ કર્યા હતા. ભારતીય ટીમે પ્રથમ હાફમાં ચાર અને બીજા હાફમાં સાત ગોલ કર્યા હતા. આ પહેલાં મલેશિયાએ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં જાપાનને ૩-૦થી હાર આપી હતી. ભારતીય ટીમ આજે પાકિસ્તાન સામે ટકરાશે. ભારત અને ઓમાન વચ્ચેની મેચનો પ્રથમ ક્વાર્ટર ગોલ રહિત રહ્યો હતો.
WTA ફાઇનલ્સનો ડ્રો : પેટ્રા ક્વિટોવા-સ્વિતોલિના વચ્ચે પ્રારંભિક મેચ રમાશે
। સિંગાપુર । ટોચની આઠ ખેલાડીઓ વચ્ચે રમાનાર ડબ્લ્યૂટીએ ફાઇનલ્સનો રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે જે માટે શુક્રવારે ડ્રો યોજાયા હતા. આઠ ખેલાડીઓને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે જેમાં રેડ ગ્રૂપમાં કાર્બેર, નાઓમી ઓસાકા, સ્લોએન સ્ટીફન્સ અને કિકી બર્ટેન્સ સામેલ છે. વ્હાઇટ ગ્રૂપમાં પેટ્રા ક્વિટોવા, કેરોલિના પ્લિસકોવા, કેરોલિન વોઝનિયાકી અને એલિના સ્વિતોલિના સામેલ છે. રોબિન રાઉન્ડ મુજબ યોજાનાર ટૂર્નામેન્ટમાં ગ્રૂપમાં સામેલ ખેલાડીઓ સામે રમશે અને ટોચના બે સ્થાને રહેનાર ખેલાડી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે. વ્હાઇટ ગ્રૂપમાં ટોચનાં બે સ્થાન માટે ભારે સંઘર્ષ જોવા મળી શકે છે.
ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે પાક.નો સોથી મોટો વિજય
। અબુધાબી । બેટ્સમેનો બાદ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ૩૭૩ રને કારમો પરાજય આપી બે ટેસ્ટ મેચની સિરીઝ ૧-૦થી જીતી લીધી હતી. પાકિસ્તાનની રનની દૃષ્ટિએ આ સૌથી મોટી જીત છે. આ પહેલાં પાકિસ્તાને ચાર વર્ષ અગાઉ આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયાને ૩૫૬ રને પરાજય આપ્યો હતો જે તેની સૌથી મોટી જીત હતી. સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહી હતી.
IND vs WI: આ મામલામાં ગાંગુલી અને સચિનને પણ પાછળ છોડી શકે છે રોહિત શર્મા
ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે 21 ઓક્ટોબરથી વન-ડે સિરીઝની શરૂઆત થવાની છે. ટેસ્ટ સિરીઝમાં ખરાબ રીતે હારનાર વેસ્ટઇન્ડિઝ ટીમ વન-ડેમાં કંઇક કમાવ દેખાડશે, એવું તો મુશ્કેલ જ દેખાઇ રહ્યું છે. હાં બીજી તરફ ભારતીય બેટ્સમેનોની નજર મોટા-મોટા સ્કોર બનાવવાની સાથે ઘણા રેકોર્ડસ પર પણ છે. આ જ કડીમાં રોહિત શર્માની નજર પણ રોકોર્ડ પર હોઇ શકે છે. આ સિરીઝમાં રોહિત શર્મા વન-ડે ક્રિકેટમાં સિક્સરો લગાડવાના મામલામાં સચિન તેંદુલકર અને સૌરવ ગાંગુલીને પાછળ છોડી શકે છે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં પોતાના વન-ડે કરિયરમાં 186 સિક્સરો ફટકારી છે.
ઉસેન બોલ્ટે માલ્ટા માટે ફુટબોલ રમવાથી કર્યો ઇન્કાર
ફર્રાટા કિંગ ઉસૈન બોલ્ટે માલ્ટાના ચેમ્પિયન વાલેટા માટે ફુટબાલ રમનાની પેશકશ ઠુકરાવી દીધી છે અને તે પોતાના કદાવર ફુટબોલર બનવાના સપનાને સાકાર કરવા માટે ઓસ્ટ્રેલિયામાં રહેશે. આઠ વખતના ઓલિમ્પિક ચેમ્પિયન બોલ્ટે એ લિગ ક્લબ સેન્ટ્રલ કોસ્ટ મારિનર્સ માટે ટ્રાયલ આપી હતી. બોલ્ટના એજેન્ટ રિકિ સિમ્સએ ગુરૂવારે આ જાણકારી આપી. બોલ્ટે સત્ર પહેલા દોસ્તાના મેચમાં બે ગોલ પણ કર્યા પરંતુ તેણે અત્યાર સુધી કોઇ કરાર કર્યો નથી. સિમ્સે કહ્યું કે, માલ્ટાની પ્રીમિયર લીગ ફુટબોલ ટીમની પેશકશને બોલ્ટે ઠુકરાવી દીધી છે.
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી: ભારતીય ટીમે રચ્યો ઇતિહાસ, ઓમાનની ટીમને 11-0થી હરાવી
ભારતીય પુરૂષ હોકી ટીમે ઓમાનના મસ્કટમાં ચાલી રહેલ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતથી શરૂઆત કરી છે. ટૂર્નામેન્ટમાં ગુરૂવારે પોતાના પ્રથમ મુકાબલામાં તેણે ઓમાનની ટીમને 11-0ના મોટા અંતરથી હરાવ્યું છે. દુનિયાની પાંચમા નંબરની ટીમ ભારત આગળ ઓમાનનાં ખેલાડી મોટા ભાગના સમયે બોલ માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા.
વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ ઇતિહાસ રચશે ટીમ ઇન્ડિયા, જીતવામાં બીજા નંબર પર, હારમાં નંબર-1
ટેસ્ટ સીરીજ બાદ રવિવારથી ભારત-વેસ્ટઇન્ડીજ પાંચ મેચની વનડે શ્રૃંખલામાં એક બીજાથી ટકરાવવાના છે. બન્ને ટીમની વચ્ચે અત્યાર સુધી કુલ 18 સીરીઝ થઇ, જેમા 10 વખત ભારતીય ટીમે તો આઠ વખતે કેરેબિયાઇ દળે બાજી મારી છે. કુલ મેચની વાત કરીએ તો બન્ને ટીમોની વચ્ચે અત્યાર સુધી 121 વનડે મુકાબલો થયો છે. તેમાથી ભારતે 61 અને વેસ્ટઇન્ડીઝે 56 મેચ જીતી છે. બન્ને ટીમોની વચ્ચે એક મુકાબલો ટાઇ પર ખતમ થયો. જ્યારે ત્રણ રદ્ધ થઇ ગયા. 948 મેચ રમી ચૂકી છે ભારતીય ટીમ.
પાકિસ્તાની કેપ્ટન સરફરાજને હેલમેટ પર વાગ્યો બોલ, જવુ પડ્યું હોસ્પિટલ
પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહેમદે આજે સવારે ઉઠ્યા બાદ માથામાં દુખાવો થયો હોવાની ફરિયાદ કરી હતી. તે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. સરફરાજને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટેસ્ટ દરમ્યાન હેલમેટ પર બોલ વાગ્યો હતો. જેથી ચોથા દિવસે તે મેદાન પર વિકેટ કીપિંગ કરવા ઉતર્યો નહોતો. ગુરુવારે પાકિસ્તાનની બીજી ઇનિંગ્સમાં સરફરાજને પીટર સિડલે બાઉન્સર માર્યો હતો. આ પહેલા ઉસ્માન ખ્વાજાએ ઘુંટણમાં દુખાવો થયો હોવાની ફરિયાદ કરી હતી, એવામાં ઘુંટણની સર્જરી થવાનું પણ અનુમાવ લગાવવામાં આવી રહ્યું છે.
હરભજન સિંહે ક્રિકેટર કુલદીપ યાદવને લઇને આપ્યું આ નિવેદન
ઓફ સ્પિનર હરભજન સિંહનું કહેવું છે કે ચાઇનામેન કુલદીપ યાદવ ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ ટીમના નંબર-1 સ્પિન બોલર હશે. હરભજને કહ્યું કે કુલદીપે પહેલા દિવસે વિકેટ પર જણાવી દીધુ હતુ કે તે શુ કરી શકે છે. તે હવામાં ઘીમે છે અને બોલને બન્ને તરફ હલાવી શકે છે.એવામાં ભારતીય ટીમ માટે મુખ્ય ખેલાડીની ભૂમિકામાં હોવા જોઇએ. ભવિષ્યમાં તે નંબર-1 સ્પિન બોલર બની શકે છે. પૃથ્વી શૉ નિડર થઇને રમે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સટ્ટાખોર ભારતીય, જાણો કોણે કહ્યું આવું
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ શ્રીલંકા ક્રિકેટમાં ભ્રષ્ટાચારની તપાસ કરવામાં લાગી ગયું છે. પરંતુ તેના ભ્રષ્ટાચાર વિરોધી યુનિટના અધિકારી એલેક્સ માર્શલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે આ પ્રકારની ભ્રષ્ટ ગતિવિધિઓમાં સામેલ વધારે પ્રમાણમાં સટ્ટાખોર ભારતીય છે. આ અઠવાડિયાની શરૂઆતમાં શ્રીલંકાના મહાન ખેલાડી સનથ જયસૂર્યા આઇસીસીના ભ્રષ્ટાતાર વિરોધી કોડનું ઉલ્લંઘન કરનારા આ દ્વવીપીય દેશના પ્રથમ ખેલાડી બન્યા. જયસુર્યા પર હાલ ફિક્સિંગનો આરોપ લાગ્યો નથી પરંતુ તપાસ કરનાર અધિકારીઓની સાથે સહયોગ ન આપવાના કારણે ગુનેગાર માનવામાં આવે છે.
શોટ ફટકારી અઝહર દોડયો, ચોગ્ગાની આશાએ વાતે વળગતાં દાંડી ઉડી ગઈ
। અબુધાબી । પાકિસ્તાનના ઓપનર અઝહરઅલી ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જે રીતે રનઆઉટ થયો તેને લઈ સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવાઈ રહી છે. અઝહરઅલીએ શોટઅઝહઅલી વિચિત્ર રીતે રનઆઉટ થયો છે તેને ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મુર્ખતાપૂર્ણ રનઆઉટ માનવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનનો સ્કોર ૫૨.૨ ઓવરમાં ત્રણ વિકેટે ૧૬૦ રન હતો. તે પછી અઝહરે પીટર સીડલે નાખેલા બોલને પોઇન્ટ અને ગલી વચ્ચે ફટકાર્યો હતો. બોલ બાઉન્ડરી લાઇન તરફ ગઈ અને અઝહરઅલી રન લેવા માટે નીકળ્યો.
આકાશ મલિકે તીરંદાજીમાં પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો
। બ્યૂનસ આયર્સ । ૧૫ વર્ષીય આકાશ મલિકે દેશને તીરંદાજીમાં પ્રથમ ઓલિમ્પિક સિલ્વર મેડલ અપાવ્યો છે. યૂથ ઓલિમ્પિક ગેમ્સના ફાઇનલ મુકાબલામાં મેન્સ રિકર્વમાં આકાશને યુએસના ટ્રેનટોન કોલ્સ સામે ૦-૬થી પરાજયના સામનો કરવો પડયો હતો જેને કારણે તેને સિલ્વરથી સંતોષ માનવો પડયો હતો. જોકે, સિનિયર અને જુનિયર બંનેમાં ભારતનો આર્ચરીમાં આ પ્રથમ ઓલિમ્પિક સિલ્વર મેડલ છે. આ પહેલાં ૨૦૧૪ નાનજિંગ યૂથ ઓલિમ્પિકમાં અતુલ વર્માને આર્ચરીમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

Want to stay updated ?

x

Download our Android app and stay updated with the latest happenings!!!


90K+ people are using this