facebook pixel
chevron_right Top
transparent
મહારાષ્ટ્રમાં સામે આવેલા સર્વેએ ભાજપના હોંશ ઉડાવી દીધા
દેશભરમાં પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. તેની વચ્ચે સામે આવેલી મહારાષ્ટ્રમાં ભાજપના રાજકીય સર્વે ભાજપની ચિંતા વધારી દીધી છે. જેમાં ૮ સાંસદ અને ૪૦ ધારાસભ્યોને ફરીથી ચુંટણી જીતવી મુશ્કેલ બની શકે તેમ છે. જેના લીધે ભાજપ માટે મુશ્કેલી ઉભી થઈ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ દ્વારા તેમના ધારાસભ્યો અને સાંસદોનો આંતરિક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને રાજકીય નેતાના કાર્ય અને કાર્ય પદ્ધતિ અંગે સવાલ કરવામાં આવ્યા હતા અને સૂચનો પણ લેવામાં આવ્યા હતા.
'કહાની ઘર ઘર કી' ફેમ એક્ટ્રેસ સાક્ષી તંવરે દત્તક લીધી પુત્રી
ટીવી એક્ટ્રેસ સાક્ષી તંવરે તેની પર્સનલ લાઈફમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. સાક્ષીએ એક બાળકી દત્તક લીધી છે. તેણે આ માહિતી સોશિયલ મીડિયા પર શેયર કરી છે. સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કરી લખ્યું, મારા માતા-પિતાની દુઆઓ અને પરિજનોની મદદથી મેં એક બાળકી દત્તક લીધી છે. તે બહુ જલ્દી ૯ મહિનાની થઇ જશે. સાક્ષીએ આગળ જણાવ્યું કે, હું આ માહિતી તમારી લોકો સાથે શેયર કરતા ખુશી અનુભવ કરી રહી છુ. મારા જીવનમાં આ બાળકીના આવવાથી આનંદનું આગમન થયું છે.
અમૃતસરમાં થયેલા ટ્રેન અકસ્માતમાં નવો વળાંક, પુરાવા આવ્યા સામે
પંજાબના અમૃતસરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માતમાં રેલવે અને સ્થાનિક પ્રશાસને ભલે હાથ ઉંચા કરી લીધા હોય, પરંતુ હકીકતમાં દશેરા કમેટીએ કાયદેસર રીતે પત્ર લખીને પોલીસ સમક્ષ સુરક્ષા વ્યવસ્થાની માંગણી કરી હતી. સાથે જ પોલીસે દશેરા કાર્યક્રમ આયોજીત કરવાને મંજૂરી પણ આપી દીધી હતી. આસિસ્ટેંટ સબ ઈન્સ્પેક્ટર દલજીત સિંહે દશેરા કમિટીને પાઠવેલા જવાબમાં જણાવ્યું હતું કે, પોલીસને દશેરા કાર્યક્રમ આયોજીત કરવાને લઈને કોઈ જ વાંધો નથી.
વિડિઓ : ઇન્ડીયન કીમ કાર્દાશીયન ગીઝેલ ઠકરાલની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો
રિયાલીટી શો બીગ બોસની એક્સ સ્પર્ધક Gizele Thakral હંમેશા પોતાની હોટનેસ કારણે ચર્ચાઓમાં રહે છે. ગીઝેલ ઠકરાલે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો શેર કરી છે. તેમાં ગીઝેલ ઠકરાલ ખુબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, ગીઝેલે 'બીગ બોસ' ૯ મી સિઝનમાં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી લીધી હતી. તે પ્રખ્યાત કિંગફિશર કેલેન્ડરમાં પણ જોવા મળી ચુકી છે. ઉલ્લેખનીય છે કે, શ્રીગંગાનગર, રાજસ્થાનમાં જન્મેલી ગીઝેલને ઇન્ડિયાની કિમ કાર્દાશીયનના રૂપમાં પણ જાણીતી છે.
અમૃતસર ટ્રેન અકસ્માતઃ લોકોને બચાવવા રાવણ બનેલા આ શખ્સે પોતાનો જીવ આપી દીધો
નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં રાવણ દહનના સમયે રુવાંટાં ઉભાં થઈ જાય તેવી ઘટના બની હતી. આ ઘટનાને પગલે બધા એકબીજા પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે. રલવેએ સ્પષ્ટ કહી દીધું કે આ મામલે અમારો કોઈ વાંક નથી, તો બીજી બાજુ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અરવિંદ સિંહે ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરવાના આદેશ આપ્યા છે જે ચાર અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ સબમિટ કરશે. આ ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે.
નવજોત કૌરેનો ખુલાસો, કહ્યું- લોકોને મેદાનમાં આવવા માટે વારંવાર કરી હતી અપીલ
રાવણ દહન દરમિયાન ઘટેલ દૂર્ઘટના પર રાજકીય આરોપ-પ્રત્યારોપ લાગવાના શરૂ થઈ ગયા છે. દશેરાના જે કાર્યક્રમ દરમિયાન દૂર્ઘટના થઈ તેમા નવજોત સિંહ સિદ્ધૂના પત્ની નવજોત કૌર મુખ્ય મહેમાન હતા. દૂર્ઘટના બાદ કૌર પર બીજેપી અને અકાલી દળે તેમના પર આરોપ લગાવ્યો હતો કે, ઘટના દરમિયાન નવજોતસિંહ કૌર ભાષણ આપતા રહ્યાં હતા. હવે આ મામલામાં નવજોત કૌરનું નિવેદન પણ સામે આવી ગયું છે. તેમને કહ્યું કે, લોકોને ઘણી વખત ધોબી ગ્રાઉન્ડની અંદર આવવા માટે અપીલ કરવામા આવી હતી.
પંચાયતની ચૂંટણીમાં આતંકગ્રસ્ત કાશ્મીર ખીણમાં ભાજપે રીતસરનો સપાટો બોલવ્યો
જમ્મૂ-કાશ્મીરના કાશ્મીર ખીણ વિસ્તાર આતંકવાદથી સૌથી પ્રભાવિત વિસ્તાર માનવામાં આવે છે. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે આ વખતે કાશ્મીર ખીણમાં રીતસરનો સપાટો બોલાવી દીધો છે. કાશ્મીર ખીણ વિસ્તારમાં થયેલા યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં ભાજપે દક્ષિણ કાશ્મીરના ચાર જીલ્લાઓમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. કાશ્મીરના આતંકવાદથી અસરાગ્રસ્ત એવા શોપિંયા, પુલવમા, કુલગામ અને અનંતનાગ જીલ્લામાં ભાજપે જીત મેળવી લીધી છે. સાથે જ ભાજપને આ જીલ્લાઓમાં સંજીવની મળી ગઈ છે. જમ્મૂ-કાશ્મીરમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ રહ્યાં છે.
ચીનની નાપાક ચાલ, અરૂણાચલ બાદ અસમમાં એલર્ટ, સુષ્માનો હસ્તક્ષેપ
ચીનમાં ભૂસ્ખલનના કારણે યાર્લંગ સાંગપો નદીની મુખ્યધારાનો પ્રવાહ અટકી ગયો છે. આ કારણે એક કૃત્રિમ ઝીલ બની છે જે અરૂણાચલ પ્રદેશ અને આસામ માટે મોટો ખતરો બની ગઈ છે. આસામ અને અરૂણાચલપ્રદેશમાં પૂરને લઈને એલર્ટ આપવામાં આવ્યુ છે. તમામ આપાતકાલી સેવાઓને કોઇ પણ પ્રકારે થનાર દુર્ઘટના સામે લડી લેવા તૈયાર કરવામાં આવી છે. હાલતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એ વાતનો અંદાજ લગાવી શકાય છે કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આસામના CM સર્વાનંદ સોનવાલ સાથે વાતચીત કરી હતી. તેમને તમામ શક્યહોય તેવા ઉપાયો કરવા જણાવ્યુ હતુ.
અમૃતસર ટ્રેન દૂર્ઘટનાઃ ઘાયલોને મળ્યા સીએમ અમરિંદર સિંહ, મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા
પંજાબના અમૃતસરમાં બનેલ ભીષણ દૂર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યુ છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 61 લોકોના મૃત્યુ નીપજ્યા છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઘાયલોની સ્થિતિ જાણવા માટે અમૃતસર પહોંચ્યા છે. ઘાયલોની મુલાકાત બાદ તેમણે કહ્યુ કે દૂર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. ચાર સપ્તાહમાં રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ છે કે આ બહુ મોટી દૂર્ઘટના છે. હું આનાથી ખૂબ જ દુઃખી છુ. જો કે આ આરોપ-પ્રત્યારોપનો સમય નથી. બધાએ મળીને પીડિત પરિવાર સાથે ઉભા રહેવાની જરૂર છે.
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક, છત્તીસગઢ-એમપીના ઉમેદવારોની યાદીની ઘોષણા થઈ શકે
નવી દિલ્હીઃ શનિવારે યોજાનાર ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં છત્તીસગઢની સાથે મધ્યપ્રદેશના ઉમેદવારોના નામો પર પણ અંતિમ મોહર લાગી શકે છે. ટિકિટોના સિલસિલામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છત્તીસગઢના સીએમ રમણ સિંહ અને મહાસચિવ સરોજ પાંડેય સાથે પોતાના ઘરે મુલાકાત કરી જ્યારે મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ દિલ્હી પહોંચી રહ્યા છે.
શિવસેના- ભાજપ જોડે લડી શકે છે લોકસભા ચુંટણી : શરદ પવાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે શકયતા વ્યકત કરી છે કે ભાજપ અને શિવસેના આગામી લોકસભા ચુંટણી સાથે મળીને લડશે. જો કે મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી સાથે નહીં લડે. શરદ પવારે શુક્રવારે રાત્રે લોકસભા અને વિધાનસભા ચુંટણીઓ એક સાથે કરવાની બાબતનો છેદ ઉડાવી દીધો છે. તેમણે કહ્યું કે સ્થિતિ બદલાઈ ગઈ છે. કેન્દ્ર સરકાર છેલ્લા એક વર્ષની લોકસભા અને વિધાનસભા ચુંટણી સાથે યોજાવવા અંગે વિચારી રહી છે. તેમજ આ અંગે તેમણે ઈલેકશન કમીશનને રજૂઆત પણ કરી છે.
60 લોકોને મોતન ઘાટ ઉતારનાર ટ્રેનના ડ્રાઈવરે બચાવમાં જાણો શું કહ્યું?
અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં રાવણ દહન સમયે ટ્રેન અકસ્માત સર્જાતાં 61થી વધુ લોકોના જીવ ગયા. રાવણ દહન જોવા ગયેલા લોકોએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે રાવણ દહનની સાથે તેમનું જીવન પણ અંધારમય થઈ જશે. એ સમયે તેજ આતશબાજી થવા લાગી, જેવો રાવણ સળગવાનું શરૂ થયું કે આજુબાજુમાં ધૂમાડો છવાઈ ગયો. દરમિયાન અહીંથી ટ્રેન પસાર થઈ. સવાલ ઉઠે છે કે આખરે લોકોની આટલી ભીડ શું ડ્રાઈવરને નહિ દેખાઈ હોય.
વિડિઓ : આયુષ શર્માથી લઈને સૈફ અલી ખાન સુધી, આ છે Bollywood ના ફેમસ જમાઈ
ફિલ્મમેકર આદિત્ય ચોપડા ફેમસ પ્રોડ્યુસર-ડિરેકટર મુખર્જીના જમાઈ છે. રાણી મુખર્જી અને આદિત્યને એક પુત્રી પણ છે. અજય દેવગણે વર્ષ ૧૯૯૯ માં કાજોલ સાથે મેરેજ કર્યા હતા. તે એક્ટ્રેસ તનુજાના જમાઈ છે. અજય અને કાજોલને બે બાળકો છે ન્યાસા અને યુગ. એક્ટર અક્ષય કુમારે વર્ષ ૨૦૦૧ માં એક્ટર રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની પુત્રી ટ્વિન્કલ ખન્ના સાથે મેરેજ કર્યા હતા. તેમને બે બાળકો છે આરવ અને નિતારા.
રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને 'કરણી સેના' એ સોંપી મહત્વની જવાબદારી
સંજય લીલા ભણસાળીની ફિલ્મ 'પદ્માવત' ની રિલીઝ દરમિયાન હિંસ વિરોધ પ્રદર્શન કરીને સમાચારોમાં છવાયેલ કરણી સેના બાદ સમાચારોમાં આવેલા રાજપૂત સંગઠન કરણી સંગઠન કરણી સેનાએ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને ગુજરાતના એકમની મહિલા શાખાના પ્રમુખ બનાવવાની ઘોષણા કરી છે. આ પણ વાંચોઃ 'સબરીમાલામાં બાબરી ધ્વંસની પેટર્ન પર વિરોધ': સીપીએમ નેતા સીતારામ યેચુરી.
સરદાર પટેલની "સ્ટેચ્યુ ઓફ યુનિટી" ના મુખના આકારને લઈને સામે આવ્યો વિવાદ
ગુજરાતમાં નર્મદા બંધ નજીક મુકવામાં આવેલી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેના લોકાર્પણ પૂર્વે જ વિવાદમાં ઘેરાવા લાગી છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના ૨૪ મીટર ઉંચા મુખના આકાર અને ભાવને લઈને લોકોમાં મૂંઝવણ ઉભી થવા લાગી છે. જેના પગલે ટ્વીટર પર એક યુઝર્સે લખ્યું છે કે તમે આ ચહેરાને ઓળખી શકો છો. હા આવું ત્યારે બને જયારે તમે આ પ્રતિમા બનાવવા માટે ચાઈનાને આપો છો. આ ચહેરામાં ચાઈનીસ ટચ જોવા મળી રહ્યો છે.
24 ઓક્ટોબરે જનતા માટે ખુલશે ચીન-હોંગકોંગ વચ્ચેનો સૌથી મોટો સી બ્રીજ
24 ઓક્ટોબરે હોંગકોંગ અને ચીન વચ્ચે બનેલા દુનિયાના સૌથી મોટી સી બ્રીજનું ઉદઘાટન કરવામાં આવશે. સમુદ્ર પર બનેલા દુનિયાના આ વિશાલતમ પુલનું નામ હોંગકોંગ ઝુહાઈ મકાઉ બ્રિજ છે અને આ બ્રિજ ખુલવાથી ચીન-હોંગકોંગ વચ્ચેનું અંતર કાપવાનો સમય ઘટીને માત્ર 30 મિનિટનો રહી જશે. અત્યારે ચીનથી હોંગકોંગનું અતંર કાપવામાં ત્રણ કલાકનો સમય લાગે છે. આ પુલને અત્યાધુનિક વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવી રહ્યુ છે. આ પુલ પર્લ રીવર ડેલ્ટા પર વસેલા શહેરોને એકબીજા સાથે જોડે છે.
ઘોડાવાળા ઇન્જેકશન લઇ બૉડી બનાવાનો શોખ કર્યો પૂરો, પછી જે હાલ થયા…જાણી આંખો પહોળી થઇ જશે
બોડી બનાવાના ચક્કરમાં યંગ જનરેશન એટલી પાગલ થઇ ચૂકી છે કે તેઓ કોઇની પણ સલાહ પર ઝડપથી વિશ્વાસ મૂકી દેતા હોય છે પછી ભલેને બાદમાં ગમે તેટલું ગંભીર પરિણામ સામે કેમ ના આવે. દિલ્હીના નઝફગઢમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 21 વર્ષનો છોકરો એવી દવા લેવા ગયો, જેનો ઉપયોગ ઘોડા પર કરાય છે. આ કેસ કિશન (નામ બદલ્યું છે) સાથે જોડાયેલો છે, જે એક પોલીસ કર્મચારીનો દીકરો છે.
'સબરીમાલામાં બાબરી ધ્વંસની પેટર્ન પર વિરોધ': સીપીએમ નેતા સીતારામ યેચુરી
કેરળ સ્થિત સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે ચાલી રહેલા વિરોધ પ્રદર્શની તુલના સીપીએમ નેતા સીતારામ યેચુરીએ બાબરી મસ્જિદ સાથે કરી છે. તેમણે સબરીમાલામાં થઈ રહેલ હિંસાનો આરોપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ છે કે બાબરી ધ્વંસ જેવો માહોલ અહીં પણ બનાવવામાં આવી રહ્યો છે. સીતારામ યેચુરીએ કહ્યુ કે કેરળ સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયના અમલ માટે કોશિશ કરી રહી છે પરંતુ રાજ્યમાં કેટલાક એવા સમૂહ છે જે અશાંતિની સ્થિતિ પેદા કરી રહ્યા છે.
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની કરણી સેનામાં સામેલ, મળી આ મોટી જવાબદારી
ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની પત્ની રીવા સોલંકીને કરણી સેનાએ ગુજરાત મહિલા મોર્ચાના પ્રમુખ બનાવ્યા છે. રીવા સોલંકીને આ જવાબદારી છોપવાની જાહેરાત મહિપાલ સિંહ મકરાણાએ કરી છે કે, જો કે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તમને જણાવી દઈએ કે, કરણી સેના રાજસ્થાનના રાજપૂતોનું એક સંગઠન છે, જેના સ્થાપક / સંરક્ષક લોકેન્દ્ર સિંહ કાલવી છે. આ ગયા વર્ષે પદ્માવત ફિલ્મના વિરોધના કારણે ચર્ચાઓમાં આવી હતી.
યુએસઃ CAATSA પ્રતિબંધોથી બચવુ હોય તો અમારી પાસેથી F-16 એરક્રાફ્ટ ખરીદો
ભારતે રશિયા સાથે જમીનથી હવામાં મારવાની ક્ષમતા ધરાવતા એસ-400 મિસાઈલોની ડીલ કરી દીધી છે પરંતુ અમેરિકા હજુ પણ અડિંગો જમાવી બેઠુ છે. રશિયા સાથે થયેલી ડીલ દ અમેરિકાએ ભારતને કહ્યુ છે કે જો તે તેમની પાસેથી એફ-16 ફાઈટર ખરીદી લે તો તેના પર કાટ્સા હેઠળ કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે. પાકિસ્તાન પાસે પહેલેથી જ આ એરક્રાફ્ટ છે અને ભારત આમાં કોઈ રસ નથી દાખવી રહ્યુ. ભારતે હજુ સુધી અમેરિકાને આ સોદા પર કોઈ જવાબ આપ્યો નથી.

Want to stay updated ?

x

Download our Android app and stay updated with the latest happenings!!!


90K+ people are using this